ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ભાજપ સરકારને સૌ થી વધુ કલંકિત કરતી રી સર્વેની કામગીરી સામે ગુજરાતભરમાં રોષ વ્યાપેલ છે.ત્યારે આજરોજ થરાદ તાલુકાના રાહ ગામના ગ્રામ્યજનોએ શોપિંગ દબાણ મુદ્દે બનાસકાંઠા કલેક્ટરશ્રીને આપેલ આવેદન પત્ર થી સરકારના સર્વયરો દ્વારા રિસર્વેની કામગીરી ખોટી થઈ હોવાનું છતું થવા પામેલ છે. જેને પાલનપુરના ડીઆઈ એલ આરના સરકારી સર્વયરો દ્વારા કરાયેલ સર્વેમાં ફલિત થયેલ છે.ત્યારે આજરોજ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રાહગામના ગ્રામજનોએ બ.કાં. કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી દબાણમાં ઉભું કરાયેલ શોપિંગ તોડી પાડવા માંગ કરેલછે.બે દાયકાથી ગુજરાતમાં અવરિક્ત સાશન ચલાવી ભાજપ સરકારે સુશાસન પ્રસ્થાપિત કર્યાના દાવા સાથે નરેદ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ગુજરાત મોડલને આગળ ધરી અન્ય રાજ્યો અને કેન્દ્રમાં ભાજપ સરકાર સુ-શાસન પ્રસ્થાપિત કરવા કટિબદ્ધ છે. ત્યારે ગુજરાતભરમાં કરાયેલ રી સર્વેની કામગીરી વિવાદિત બનેલ છે. જેમાં અમુક સર્વેયરોએ બેજવાબદારી પૂર્વક સરકારી રી-સર્વેની કામગીરી કરી ખેડૂતોને દુઃખી-દુઃખી કર્યા હોય સરકાર ને બદનામી અપાવી છે.તો વળી અમુક સર્વયરો લાખો રૂપિયા ની લેતી દેતી કરી ખોટા રેકોર્ડ ઉભા કર્યા હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. આજરોજ રાહ ગામના ગ્રામ્ય જનોએ આપેલ આવેદન પત્ર અનુસાર થરાદ તાલુકાના રાહ ગામે સ.નં.૫૫૩ માં દબાણદાર ભરતભાઇ નરસિંહભાઈ ચૌધરી એ ઉપરોક્ત ગૌચર જમીનમાં ડી.આઈ.એલ.આર.ઓફીસ પાલનપુરના અધિકારીઓ સાથે અને સર્વયરો સાથે લાખો રૂપિયાનો વહેવાર કરી ખોટું રેકોર્ડ ઉભું કરી બીનાધિકૃત રીતે રેકોર્ડ ઉપર પોતાની માલિકી દર્શાવી ખોટા રેકોર્ડ ઉભા કરી સદરહુ જમીન બિનખેતી કરવામાટે ઉપયોગ કરી બિનખેતી કરી દબાણમાં ૬૦ દુકાનોનું પાકું દબાણ શોપિંગ ઉભું કરેલ છે. જેને ત્રણ-ત્રણ વખત ગ્રામ્ય જનો એ સર્વે કરાવતા દબાણ ફલિત થયેલ છે.ત્યારે દબાણદારે ગ્રામજનો ને દબાવવા સર્વે કરાવ્યું તેમાં પણ દબાણ ફલિત થયેલ છે. છતાં દબાણ દૂર ન કરાતા આજરોજ કલેકટરશ્રી ને આવેદન પત્ર આપી ગ્રામજનોએ દબાણદાર સામે ફોજદારી ગુનો નોંધી દબાણ દાર ને મદદગારી કરનાર તમામ લાગતા વળગતા કર્મચારી/અધિકારીઓ અને જે આ કૌભાંડ માં સામેલ હોય તેની સામે ખોટું રેકોર્ડ બનાવી ખરા તરીકે ઉપયોગ કરવાના ગુના હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરેલ છે.