ખેડબ્રહ્મા તાલુકા તથા શહેર ભાજપની પરિચય બેઠક યોજાઇ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખેડબ્રહ્મા તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીની એક મહત્વની નવા પ્રભારીઓની પરિચય બેઠક આજરોજ તારીખ 27- 7- 2023 ના રોજ બપોરે 1:00 કલાકે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલમાં યોજાઇ હતી. શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાએ વિષય પ્રમાણે સૌનું માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના ના તાલુકા પ્રભારી તેજાભાઈ પટેલ, શહેર પ્રભારી શ્રી મુકેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા ભાજપના મૂળજીભાઈ પટેલ, પ્રિયંકા ખરાડી, મીનાબેન જોશી, નટવરસિંહ ભાટી, કનુભાઈ પટેલ, વિધાનસભા પ્રભારી શ્રી જયેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, મહામંત્રીઓ નરસિંહભાઈ તથા બકાભાઇ, પ્રમુખ અરવિંદ રાવલ મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ, શિવાભાઈ ગમાર, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો, તાલુકા તથા શહેરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ એ સૌને સ્વાગત કરી આવકાર્ય હતા સાબરકાંઠા જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના એ સરળ એપ મિસ કોલ તેમજ 30 મી તારીખે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો મન કી બાત ના કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તમામ બુથના સંયોજક અને પ્રભારીની 15 મી ઓગસ્ટ પહેલા નિયુક્તિ કરી દેવા આદેશ આપ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ને બુથ સંયોજક અને પ્રભારીની નિયુક્ત કરવા બાદ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડબ્રહ્મા વિધાનસભાના જોનલ પ્રભારી જયેશભાઈ પટેલ તાલુકાના પ્રભારી તેજાભાઈ પટેલ અને શહેર પ્રભારી મુકેશભાઈ સોલંકી ને દર મહિને ઓછામાં ઓછા ત્રણ વખત મંડલની મુલાકાત લઈ કાર્યક્રમો કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અંતમાં આભાર વિધિ તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલે કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણને કર્યું હતું