સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'અંતર્ગત આઈસીડીએસ શાખા દ્વારા 'મિલેટ્સ વાનગી સ્પર્ધા -૨૦૨૩ નું આયોજન 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 સ્વસ્થ જીવનની ચાવી આપણા આહારમાં રહેલી છે. સમજી વિચારીને લેવામાં આવતો આહાર એક પ્રકારે શરીર માટે દવાનું કામ કરે છે                               - જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી 

      સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં આઇ.સી.ડી.એસ. શાખા દ્રારા મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ હતી.    

  પ્રમુખશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના સાકાર કરવામાં સફળતા મેળવવા આગળ વધી રહ્યા છીએ. બરછટ અનાજ ગ્લુટેન રહિત હોવાથી એને ઘઉંની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેમાં સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન, રેસાઓ અને નાઈસિંગ, નામના વિટામિન થી ભરપૂર હોય છે. જે ભોજન પચાવવામાં મદદરૂપ ૪૦૦ પ્રકારના એન્જાઈન્સનું પૂરક છે. જે પાચન ક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે.

         હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ જણાવ્યું કે, બાજરી,જુવાર, રાગી,બંટી -બાવટો, કોદરા, સામો, મોરૈયો જેવા પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે.ધાન્ય પાકો આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં શરીરના સંતુલિત વિકાસ માટે ખુબ મદદરૂપ બને છે. મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે.

      જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કિશોરીઓને જણાવ્યું હતું કે, ૨૦૨૩ના વર્ષને મિલેટસ –શ્રી અન્ન કે જડા અનાજમા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ શ્રી અન્ન ના અનેક ફાયદા છે. આ અન્ન થકી અનેક રોગોમાં ફાયદો થાય છે આ અન્નમાં બાજરી, મકાઈ, જુવાર, મોરૈયો, રાગી જેવા અન્નનો પોતાની થાળી માં ઉપયોગ થકી તંદુરસ્ત રહી શકાય છે. આ ધાન્યમાં ફાઈબર નું પ્રમાણ વધુ હોય છે. આ ફાયબર આંતરડાની કાર્ય ક્ષમતા વધારવામાં, ડાયાબિટીસમાં, બ્લડ શુગર નિયંત્રણમાં, લોહતત્વ વધારે છે, હદય રોગમાં અને થાઇરોઇડ,સીલી એક અને પી.સી.ઓ.ડી.જેવી બીમારીઓમાં ગુણકારી છે.

        મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા આઇ.સી. ડી.એસ શાખા દ્વારા જિલ્લા કક્ષાની મિલેટ્સ વર્ષ -૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બેહેનો દ્વારા દરેક પ્રકારના મિલેટસ્ નો ઉપયોગ કરી ૧૨૫ થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. આંગણવાડીના ભૂલકાઓએ આ પ્રસંગે ડાન્સ રજૂ કર્યો હતો. 

 આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ, આઇ.સી.ડી.એસ. શાખાના મિનલ મહેતા, સુશ્રી જીનલબેન, શ્રીમતી અરૂણાબેન ચાવડા, ગોપાલસિંહ રાઠોડ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને પદાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી