ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારે ચોરી કરતાં ચોરો ચોક્કસ પ્રકારે ઇકો ગાડીને ટાર્ગેટ કરીને સાયલેન્સર ચોરી કરે છે. આ પ્રકારે સાયલેન્સર ચોરી કરતાં આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બેફામ બન્યા છે અને પોલીસનો ડર રાખ્યા વગર ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરી રહ્યા છે. ત્યારે આવી જ એક સાયલેન્સર ચોરીની ઘટનામાં કડી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહીતી મુજબ, થોડા સમય અગાઉ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સાયલેન્સર ચોરીની ઘટના બની હતી. ત્યાર બાદ ગાડી માલિકે પોલીસ સ્ટેશન ખાતે પોતાની ગાડીમાં રહેલા સાયલેન્સરની ચોરી અંગેની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપીને પકડવામા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેમ છતાં આરોપી પોલીસ પકડથી દૂર હતા.
બાદમાં સાયલેન્સર ચોરીના આ આરોપીએ કડી પોલીસ સ્ટેશન હદ ફરી રહ્યાની ચોક્કસ માહીતી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોગેન્દર ગેહલોત અને કોન્સ્ટેબલ સંદીપસિંહને મળી હતી. આ બાતમીની ખરાઈ કરી કડી પોલીસે ભાગતા ફરતા બે આરોપી દિલાવર બલોચ અને સમીરશા દીવાનની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.