ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે. 2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. આજે ભાજપમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યો છે. રામ કિશન ઓઝાએ કહ્યું કે, સમજાવવાના પ્રયાસ કરીશ, પણ કેસ હશે તો ભાજપ પાસે જ જવું પડશે.

ભાજપની 2 સીટ હતી ત્યારે ગાયને લઈને 300 સીટ સુધી પહોંચ્યા. આજે લમ્પી વાયરસમાં ગાયની સારવાર કરવાને બદલે અમારા ધારાસભ્યો પર ભાજપ નજર નાખી રહી છે.

ત્રિરંગા યાત્રા દરમિયાન આપ્યું મોટું નિવેદન. રામકિશન ઓઝાએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો. રામ કિશન ઓઝા એ કહ્યું આમ આદમી પાર્ટી ના બે નંબરના રૂપિયા ક્યાંથી આવે છે તે અમને ખબર નથી. રૂપિયા ક્યાંથી આવે છે તે બાબતે તપાસમાં મીડિયા અમારી મદદ કરે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે. મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા ભાજપમાં જોડાશે. 12 વર્ષથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા. અન્ય આગેવાનો પણ જોડશે ભાજપમા.