સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસે ઝડપેલ 176 ગ્રામ ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો થયો છે. 1 જૂને લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 લોકોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે શહેરના 80 ફૂટ રોડ પર થી 3 લોકોને ઝડપી લીધા હોવાની જિલ્લા પોલીસ વડાએ જાહેરાત કરી હતી. જો કે કથિત ડ્રગ્સને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. ઋજક ના રિપોર્ટ બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે.એફએસએલનો રિપોર્ટમાં ડ્રગ્સના સ્થાને સફેદ પાવડર હોવાનું સામે આવતા જિલ્લા પોલીસની ઊંઘ ઉડી ગયી છે. જો કે આ સમગ્ર કેસની તપાસ એલ.સી.બી અને જિલ્લા પોલીસની નજર ચાલતી હોવા છતાં ડ્રગ્સના રિપોર્ટએ ઘણા પ્રશ્નો કાર્યવાહી સામે જ ઉભા કરી દીધા છે. આ રિપોર્ટ બાદ ડ્રગ્સ કેસમાં ફરિયાદી પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડિયાને કોર્ટ સમક્ષ હાજર થવા સમસન્સ જારી કરવામાં આવ્યું.ડ્રગ્સ મુદ્દે જિલ્લા પોલીસે કાચું કાપ્યા હોવાનું આવ્યું સામે આવતા પોલીસખાતામાં ગણગણાટ શરુ થઇ ગયો છે. રિપોર્ટ બાદ આ મુદ્દે ઉચ્ચત્તર કક્ષાના અધિકારીઓએ વધુ તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદારો સામે પગલાં લેવા તજવીજ હાથ ધરી છે.આશરે બે મહિના પહેલા સુરેન્દ્રનગરમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના 3 સાગરીતોને 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર પોલીસે ડ્રગ્સ સહીત કુલ રૂ. 17,81,500નો મુદામાલ જપ્ત કર્યો હતો.સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કોડની ટિમો દ્વારા ટાઉનમાં પેટ્રોલીંગ બાતમીના આધારે 3 સાગરીતોને પકડી પડ્યા હતા. જેમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો અક્ષય રામકુમાર ડેલુ તથા અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ (પંજાબ) તથા વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા (કચ્છ) એપાર્ટમેન્ટમાં આશરો મેળવેલો હતો અને તેઓ ઘણા ગુનામાં વોન્ટેડ છે. ડ્રગ્સની બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જો કે ત્યારબાદ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उत्तर भारत में अगले 48 घंटे भारी बारिश का अलर्ट, क्या है मौसम विभाग की चेतावनी?
राष्ट्रीय राजधानी दिल्ली समेत उत्तर भारत में इस समय मौसम का नया मिजाज देखने को मिल रहा है. भारत...
मुस्लिम नौजवान कमेटी सांगोद की बैठक आयोजित, कोंग्रेस देहात अध्यक्ष सिंह का किया स्वागत व सम्मान
कोटा. सांगोद मुस्लिम नौजवान कमेटी की बैठक दरा दरगाह पर आयोजित हुई, जिसके मुख्य अतिथि कांग्रेस...
ગાન્ધી જયંતી નિમિત્તે સેગવા સમૃધ્ધિ કોમ્પલેક્ષ ખાતે યુવાનો દ્વારા કાર્યક્રમ યોજાયો જુવો
ગાન્ધી જયંતી નિમિત્તે સેગવા સમૃધ્ધિ કોમ્પલેક્ષ ખાતે યુવાનો દ્વારા કાર્યક્રમ યોજાયો જુવો
અમદાવાદ ખાતે ખાખી ગરબા નું આયોજન વિષે શું કહ્યું આયોજકો અને પોલીસ અધિકારી શ્રી ઓ એ જુઓ આ રિપોર્ટમાં.
અમદાવાદ ખાતે ખાખી ગરબા નું આયોજન વિષે શું કહ્યું આયોજકો અને પોલીસ અધિકારી શ્રી ઓ એ જુઓ આ રિપોર્ટમાં.