સમગ્ર ગુજરાત રાજયમાં સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢવા અંગે ખાસ દળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની જીલ્લા લેવલે રચના કરવામાં આવેલ,જે અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક સાહેબ હરેશકકુમાર દુધાત એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ સુરેન્દ્રનગરની રચના કરી, સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી, કાયદેસરના વાલીપણામાંથી સગીરાને નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી સાહેબને સુચના કરેલ.ગઇ તા 11/12/20રર સવાર ના આશરે સાડા આઠેક વાગ્યાના અરશામાં લખતર તાલુકાના અણીયારી ખાતે બનવા પામેલ છે. આ કામે આરોપી કરણભાઇ મનજીભાઇ સોલંકી ચુ.કોળી રહે લખતર સહયોગ વિધાલય પાછળ મફતીયાપરાવાળો આ કામના ફરીયાદીની સગીરને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે લખતર પો.સ્ટે. ગુ.ર,નં 112110302220306/2022 ઇ.પી.કો. કલમ 363, 366 તથા પોકસો કલમ 12 મુજબનો ગુન્હો રજી. થયેલ હોય.જે ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ત્રિવેદી સાહેબ દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી બાતમી હકીકત આધારે આ ગુનાના ભોગ બનનારને ભગાડી જનાર આરોપી કરણભાઇ મનજીભાઇ સોલંકી જાતે યુ.કાળી ઉવ.22 ધંધો મજુરી રહે લખતર સહયોગ વિધાલય પાછળ મફતીયાપરા હાલ મોરબીવાળાન મોરબી ખાતેથી ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. સુરેન્દ્રનગરનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.