રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામ માં આજ રોજ ડીસા તાલુકા ના રોહિત સમાજ દ્વારા સમાજ પોતાની સમાજમાંથી રહેલા કુરિવાજો ને દૂર કરવા અવનવા પ્રયત્નો કરતી હોય છે ત્યારે સમાજમાં શિક્ષણ ક્ષેત્ર ની વાતો હોય કે પછી વ્યસન મુક્તિ વિવિધ મુદ્દાઓ ઉપર દરેક સમાજ ચર્ચા વિચારણા કરતી હોય છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના જુનાડીસા ગામે દલિત સમાજ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં 100 ગામ પટેલ બબાભાઈ પુનડીયા ની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જ્યારે રોહિત સમાજના 100 ગામના પટેલો હાજર રહ્યા હતા જ્યારે રોહિત સમાજ ના 100 ગામના લોકો પણ આ મહા સંમેલનમાં મોટી સખીયા મા જોડાયા હતા જ્યારે સમાજમાંથી કુરીવાજો તદ્દન બંધ કરવા બંધારણ ઘડાયું હતું જેમાં મૃત્યુ બાદ ખોટા ખર્ચા લગ્ન તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા તેમજ વ્યસન મુક્તિ સહિતના 30થી વધુ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી સર્વની સંમતિ સાથે બંધારણ ઘડવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્ર બીજી સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને આપણા યુવાનો કઈ રીતે આગળ આવી શકે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા રોહિત સમાજ યુવક મિત્ર મંડળ જુનાડીસા યુવાનોએ રાત દિવસ મહેનત કરી સારું એવું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જ્યારે જુનાડીસા ના પુનડીયા છત્રાલિયા સમાજના યુવાનો તેમજ વડીલો એક સાથે રહી સમાજની એકતા બતાવી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો