શહેરા સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે ભારત સરકાર દ્વારા કાર્યરત “ઉન્નત ભારત" અભિયાન હેઠળ આ અભિયાનમાં જોડાવા માટે માર્ગદર્શન કાર્યશાળાના કાર્યક્રમને ઓનલાઈન નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. "ઉન્નત ભારત અભિયાન"નો મુખ્ય હેતુ જ્ઞાન, અનુભવ અને સંશોધનોનું સંકલન કરીને ગ્રામીણ વિકાસ કરવાનો રહ્યો છે. ભારત ગામડાઓનો દેશ છે. જ્યાં સુધી ભારતના ગ્રામીણ સમુદાયો શિક્ષિત અને વિકસિત નહીં થાય ત્યાં સુધી ઉન્નત ભારતનો હેતુ સિદ્ધ થઈ શકવાનો નથી. "ઉન્નત ભારત અભિયાન" અંતર્ગત ભારતના ગ્રામીણ સમુદાયો ઓર્ગેનિક ખેતી, જળ પ્રબંધન, કારીગરી, આજીવિકા અને ઉદ્યોગ, મૂળભૂત સુવિધાઓ તેમજ રિન્યુએબલ એનર્જી જેવા ઉમદા વિચારો પર કાર્ય નહીં કરે ત્યાં સુધી આ અભિયાનમાં સફળતા પ્રાપ્ત થઈ શકવાની નથી. આ અભિયાન અંતર્ગત ભારતના ગામડાઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે સમસ્યાઓને જાણીને અને સમજીને સરકાર સુધી પહોંચાડવાની છે. જેથી આવી સમસ્યાઓનું સમાધાન કરી શકાય. ગ્રામીણ લોકોની કહેવાતી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવે તો ઉન્નત ગામની કલ્પના હકીકતમાં સાકાર થઈ શકે અને ગ્રામીણ સમુદાય ઉન્નત થશે તો ભારત ઉન્નત થશે. પરિણામે શિક્ષિત ભારત - સ્વસ્થ ભારત - સ્વચ્છ ભારત સ્વાવલંબી ભારત- સંપન્ન ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે. આ અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ ગામડામાં જઈ અને વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરી ગામની જે સમસ્યાઓ છે તેને જાણવાનો પ્રયત્ન કરશે તેમજ ગ્રામીણ લોકોની જે વિશેષતા કે તેમનું જે કૌશલ્ય છે તેમને અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. જેથી કરીને ગ્રામીણ કક્ષાએ રોજગારીની તકો ઉભી કરી શકાય. આ કાર્યક્રમનું આયોજન રિજિયોનલ કોર્ડીનેટિંગ ઇન્સ્ટિટયૂટ- ઉન્નત ભારત અભિયાન અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત, ગુજરાત તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં ઇ.સી.મેમ્બર ડૉ. અજય સોનીએ દરેકનું વેલકમ કરીને કરી હતી. તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ એ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન આપીને કાર્યક્રમને આગળ વધારવાની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન યુ.બી.એ. મેનેજર જયદીપ એન. વોરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ રિજિયોનલ કૉ-ઓર્ડીનેટર ડૉ.મનીષ કે. રાઠોડ અને રિજિયોનલ કો-ઓર્ડીનેટર ડૉ. કે.ડી.યાદવે ઉન્નત ભારત અભિયાનની વિસ્તારપૂર્વક સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના અધ્યાપક ડૉ. રૂપેશ નાકર દ્વારા કરાઈ હતી અત્રેની કોલેજમાં આ કાર્યક્રમ સમગ્ર સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી મિત્રો નિહાળી શકે તે માટેનું માર્ગદર્શન અને મંજૂરી કૉલેજના આચાર્ય ડૉ. વિપુલ ભાવસાર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફગણે હાજર રહી આ કાર્યકમને સફળપૂર્વક નિહાળ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं