શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ ખાતે જ્ઞાનપીઠ વિજેતા શ્રી ઉમાશંકર જોશીને ૧૧૨મી જન્મજયંતી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. ભાવેશ જેઠવા અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઍકેડેમિક એડવાઈઝર ડૉ.જે.એન.શાસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમને વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના સાહિત્યનો રસપાન કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ કલ્પેશ પટેલ, જોશી કિંજલ, ચારણ નાનું, બારિયા કલ્પના, ડામોર વિજય, પરમાર શર્મિલા, બામણિયા જિતેશ આ બધા વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય સર્જન, પુરસ્કારો વગેરે વિષયો પર વક્તવ્ય આપ્યું હતું અને કવિતાનું કાવ્ય પઠન પણ કર્યુ હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અનુસ્નાતક ના વિદ્યાર્થી પરમાર જીતેન્દ્રકુમારે કર્યુ હતું. ગુજરાતી વિભાગના સહાયક અધ્યાપક ડૉ. જાનકી શાહે તેમના વક્તવ્યમાં ઉમાશંકર જોશીના સાહિત્યથી ઝલક વિદ્યાર્થીઓને કરાવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ સહાયક અધ્યાપક ડૉ. મૌસમી મૈસવાણિયા દવે કરી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાતી વિભાગ ખાતે શ્રી ઉમાશંકર જોશી જન્મજયંતીએ આયોજિત 'સર્વત્ર ઉમાશંકર' કાર્યક્રમનું આયોજન ગુજરાત વિભાગના સહાયક અધ્યાપક ડૉ. મૌસમી મેસવાણિયા દવેના માર્ગદર્શન હેઠળ સૌ વિદ્યાર્થીઓ દ્વારા જ સંપૂર્ણ કાર્યક્રમની ડોર સંભાળવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી સરસ રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.