ગળતેશ્વર તાલુકાના કૂણી સિમ વિસ્તારમાં મહીકેનાલમાં પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી યુવક અને યુવતીને એકબીજાં સાથે હાથ બાંધેલી હાલતમાં કેનાલના પાણીમાં મળી આવ્યા હતા કેનાલમાં લાશ જોવા માટે કિનારે લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ સેવાલીયા પોલીસને કરવામાં આવતા સેવાલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને બહાર કાઢી સેવાલીયા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ યુવતીનું નામ ઊર્મિલાબેન ચંદુભાઈ પટેલિયા ઉ.વ. 19 અને યુવક મિતેશકુમાર છત્રસિંહ ઝાલા ઉ.વ.27 બંને પીલોદ્રા તા.બાલાસિનોરના હોવાનું જાણવા મળ્યું હતું સેવાલીયા પોલીસે CRPC કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર