બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના કોરપોરેટએ રાજીનામુ આપ્યા બાદ બેઠક ખાલી થતા પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. જેમાં ટ્રીપલયો જંગ છે, કાન્તી લોધા BJP - ઇમરાન કુરેશી CON - જીગ્નેશ દેસાઇ AAP માં થી ઉમેદવારી નોંધાવી છે, ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ આજે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર રજૂ કરી ચૂંટણીમાં જંપલાવ્યું છે. ભાજપમાંથી કાંતિભાઈ લોધા ઍ ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું જેમા પુર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સાથે ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત.  તેમજ આમ આદમી પાર્ટીમાંથી જીગ્નેશભાઈ દેસાઈએ પોતાના સમર્થકો સાથે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતુ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ નંબર 9 માં અલગ અલગ ઉમેદવારો ચૂંટાતા હતા, પરંતુ લોકોની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ આવતો ન હતો. સ્થાનિક લોકો રોડ રસ્તા પાણી સહિત અનેક સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં 25 વર્ષ બાદ કોંગ્રેશ તરફથી ફોરમ ભરાયુ છે જ્યારે વોર્ડ નંબર 9 માં પાયાની જરુરિયાતોના કામોમાં ભેદભાવ થાય છે તેવા ગભીર આરોપો પણ સત્તધીસૉ ઉપર લાગ્યા હતા,