અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પર થી વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઘૂસવા જતા ટેન્કર ને પોલીસે ઝડપી પાડ્યું છે, ટેન્કર ના ચાલકની અટકાયત કરી કુલ 38 લાખ 3 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા ની સરહદી વિસ્તાર ધરાવતી બોર્ડરો પર થી અવાર નવાર વિદેશી દારૂની હેરાફેરી થતા પોલીસ દારૂ ઝડપી પાડતી હોઈ છે, જેમાં આજે અમીરગઢ બોડર પર થી એક ટેન્કર દારૂ ભરીને ગુજરાત માં ઘૂસે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યું છે, બનાસકાંઠા એસ પી કડક વલણ અપનાવતા અમીરગઢ ચેકપોસ્ટ પર કડક તપાસ આદરતા ગુજરાત માં પ્રવેશતા એક ઓઇલ ટેન્કર ઉપર પોલીસ ને શક જતા તેને રોકવી ચાલાક પાસે થી ટેન્કર નું ઢાંકણ ખોલાવી તાપસ કરતા તેમાં ખાખી કલર ના બોક્સમાં અલગ અલગ બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલાક ની અટકાયત કરી હતી..
અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરતા વિદેશી દારૂની પેટી નંગ 810 બોટલ 9720 સહીત કુલ 38 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કર ના ચાલાક રમેશકુમાર ભારતારામ મેઘવાળ રહે બામરાળા છેડવા બાડમેર વાળા ની અટકાયત કરી હતી, તેમજ વિદેશી દારૂ ગુજરાત માં ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તેની તાપસ હાથ ધરી છે..