બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આજે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર પતિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની અને બાળકને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા જિલ્લાના સાદુથલા ગામના વતની મંગળસિંહ ઝાલા તેમની પત્ની અને પુત્ર સાથે બાઈક પર ડીસા તેમના સંબંધીને મળવા માટે આવી રહ્યા હતા. અને તેઓ ડીસા-પાટણ હાઈવે પર આવેલા આસેડા ગામ આગળ ગોળાઈમાંથી પસાર થઈ ગયા હતા. તે સમયે સામેથી આવી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયા થયો હતો.

અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને પુત્ર રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બાઈક ચાલક મંગળસિંહ ઝાલાને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં બંનેની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.