રાજ્યના 9 આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સ સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તહેનાત રહેવા માટે તંત્રએ આદેશ આપી દીધો છે.
- રાજ્યના 17 જિલ્લામાં વરસાદની સંભાવના
- 2 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા
- 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
- હવામાન વિભાગ આગાહી: દક્ષિણ ગુજરાતમાં ‘ભારે’
- રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો ૭પ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વધુ એક વખત વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે પ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ જુલાઇ મહિના કરતાં ઓછું રહેશે, પરંતુ ૧૦ તારીખ પહેલાં રાજ્યની અનેક જગ્યાઓ પર વરસાદ બઘડાટી બોલાવશે. રવિ તેમજ સોમવારે અમદાવાદમાં વરસાદ નહીં પડતાં બફારાની સ્થિતિ સર્જાઇ હતી.