સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

શહેરના છાયા બજાર વિસ્તારમાં રહેણાક મકાનના કાળા તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટ ખોલી તેમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી અને નાસી ગયેલ ઈસમને ગણતરી કલાકમાં એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો રેજ ig તેમજ જિલ્લા પોલીસ અધિક ની સૂચના મુજબ ડિવિઝનન ડીવાયએસપી ના માર્ગદર્શન મુજબ એ ડિવિઝન પી.આઈ વાઢેર ની સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતીકે છાયા બજાર વિસ્તારમાં ચોરી કરનાર હાલ સોનાના દાગીના ચોકસી બજારમાં વેચવા આવેલ હોય ત્યારે પોલીસે માંડવી ચોક પાસેથી આરોપી ફેજલ ઉર્ફે બાડો હુસેનભાઇ મુછાણીને  રોકડ રકમ તેમજ સોનાના દાગીના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી