દિયોદરના વડાણા ગામમાંથી પોલીસે રેડ દરમિયાન સાત જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા છે જેમાં દિયોદર પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે વડાણા ગામે ખુલ્લા ખળામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જે બાતમી હકીકત આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સાત ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી દિયોદર પોલીસ હાથ ધરી છે.

બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના અન્વયે જે.એન.દેસાઈ , પોલિસ સબ.ઇન્સ દિયોદર પોલીસ સ્ટેશન નાઓ દિયોદર પોલીસ સ્ટાફ સાથે વિસ્તારમા પ્રોહિ જુગાર બાબતે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પોલિસ કોન્સટેબલ ભગીરથસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વડાણા ગામે આવેલ ખુલ્લા ખળામાં અમુક માણસો પોતાના અંગત સ્વાર્થ માટે ભેગા થઈ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ( 1 ) સંજયજી માનાજી ઠાકોર ( 2 ) જયંતીજી પોપટજી ઠાકોર ( 3 ) શૈલેષજી ધારસીજી ઠાકોર ( 4 ) ચંદુજી ઇશ્વરજી ઠાકોર ( 5 ) કિરણજી ખાનાજી ઠાકોર ( 6 ) ભારાજી રાયચંદજી ઠાકોર ( 7 ) વિષ્ણુજી પોપટજી ઠાકોર તમામ રહે.વડાણા દિયોદર વાળાઓને ઝડપી પાડી કુલ 10270 ના કબ્જે કરી આગળ ની તાપસ હાથ ધરી છે.