બનાસકાંઠા એલ સી બી પોલીસે ભાભર વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસને મળેલી બાતમી હકીકત આધારે અસાણા ગામ પાસેથી નંબર વગરની એક ઇકો ગાડી આવતા પોલીસને શંકાના આધારે ગાડી રોકાવી તપાસ કરતા ગાડી માંથી મોટી માત્રા દારૂ મળી આવતા એલ સી બી પોલીસે ગાડી ચાલકની અટકાયત કરી ત્રણ સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ , એલ.સી.બી. સ્ટાફ ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી અસાણા ગામેથી ઈકો ગાડી નંબર વગરની દારૂ ભરિને જઈ રહી છે જે સમય દરમિયાન બનાસકાંઠા એલ સી બી પોલીસ શંકાસ્પદ ઇકો ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આંવ્યો હતો.

જેથી પોલીસે ચાલક પુનમારામ ધુળારામ વિશ્રનોઇ રહે પુર સાચોર વાળાઓએ પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ 810 જેની કિંમત 77328 તેમજ કુલ 382328 ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામના વિરૂધ્ધમાં ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.