મહેસાણા : લાંઘણજ પંથકની 17 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ગોઝારીયાનો રાજ અમરતજી ઠાકોર નામનો શખ્સ ભગાડી ગયો હતો. જે બાબતે સગીરાના પરિવારે લાંઘણજ પોલીસ મથકે સગીરાનું અપહરણ અને લલચાવી ફોસલાવી ભગાડી જવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સગીરા અને અપહરણ કરી ભગાડી જનારની પોલીસ શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન મહેસાણા એસઓજીની ટીમ સગીરા તથા અપહરકર્તા આરોપીને બનાસકાંંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામેથી પકડી લાવી સગીરાને પરિવારને સોંપી આરોપીને જેલમાં ધકેલ્યોં હતો.
ગાંધીનગર ખાતેથી સમગ્ર ગુજરાતમાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝનાઓના નેતૃત્વ હેઠળ એસઓજી ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, નિતીન, એ.હે.કો. રાજસિંહ, જયદેવસિંહ, મનિષકુમાર, દિતાભાઇ, જયેશકુમાર, પ્રિયંકાબેન સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હે.કો.રાજસિંહ તથા મનિષકુમાર તથા જયેશકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે,
લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363, 366 મુજબ અપહરણ અને સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કેસનો આરોપી રાજ અમરતજી ઠાકોર રહે. ગોઝારીયાવાળો શખ્સ અને 17 વર્ષીય સગીરા હાલ બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામે સોલંકી સંજયજી હરચંદજીના મકાનમાં ભાડે રાખીને રહેતા હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ ભોયણ પહોંચી રાજ ઠાકોર તથા સગીરાને પકડી લાવી આરોપીને લાંઘણજ પોલીસને હવાલે કર્યો હતો જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી હતી. આમ મહેસાણા એસઓજીની ટીમે સફળ કામગીરી કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી.