ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે સમઢિયાળામા હુમલામા ગંભીર રીતે ઈજા પામેલા દલપતભાઇ ચાવડાની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય નોશાદભાઈ સોલંકી પહોચ્યાં હતા. જેમાં ઇજા પામનારાને પગ અને હાથના ભાગે ઘણા ફ્રેકચર થયા છે. તેમને હજી સુધી યોગ્ય સારવાર નથી મળતી, હજુ સુધી એમને ઓપરેશન પણ કરવામાં આવ્યું નથી. પીડિત વ્યક્તિ પાસે સારવારના પૈસા ન હોવાના કારણે તથા જરૂરી કાર્ડ ન હોવાના કારણે હાથ અને પગની સર્જરી થઈ શકી નથી. આવા જઘન્ય અપરાધમા સરકાર યોગ્ય સારવાર પણ ન કરાવે તેની પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા ટીકા કરવામાં આવી હતી.જેમાં આ ઘટનામાં હાલ ઇજા પામનારી વ્યક્તિની સારવાર ચાલી રહી છે, પરંતુ યોગ્ય સારવાર નહીં મળતા પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. જેમાં નૌશાદભાઈ સોલંકી દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને રેન્જ આઇજી અશોક યાદવ સાથે તથા સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ સાથે વાત કરતા તંત્ર હરકતમા આવ્યું હતુ. અને યોગ્ય સારવાર મળી રહે એ માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામ હુમલામાં 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. અને એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે જ્યારે બે મહિલાઓને ઇજા થઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે સમઢિયાળામા હુમલામા ગંભીર રીતે ઈજા પામેલા દલપતભાઇ ચાવડાની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય નોશાદભાઈ સોલંકી પહોચ્યાં હતા.
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે સમઢિયાળામા હુમલામા ગંભીર રીતે ઈજા પામેલા દલપતભાઇ ચાવડાની મુલાકાતે દસાડા ના પૂર્વ ધારાસભ્ય પહોચ્યાં
