મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમીના આધારે ખૂનની કોશિશ અને રાયોટિગ કેસમાં ફરાર આરોપી ધર્મેશ ઠાકોરને કડીના ફૂલેત્રા ગામેથી ઝડપી લીધો હતો. મહેસાણા જિલ્લામાં હાલમાં ચાલી રહેલ ડ્રાઇવ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને ઝડપવા પેરોલ ફ્લો ટીમ એક્ટિવ થતા હાલમાં હત્યાની કોશિશ કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પોલીસમાં નોંધાયેલ હત્યા કોશિશ અને રાયોટિગ કેસમાં ફરાર આરોપી ધર્મેશ ઠાકોર બાતમીના આધારે ઝડપાયો હતો. પેરોલ ફ્લો ટીમના એ.એસ.આઈ કિરીટ કુમાર અને પો.કો જોરાજી ને ખાનગી બાતમી મળી હતી કે, હત્યાની કોશિશ અને રાયોટિગ કેસમાં ફરાર આરોપી ઠાકોર ધર્મેશ હાલ ફુલેત્રા ગામે પોતાના ઘરે હાજર છે. જેવી બાતમી મળતા જ પોલીસે તે આરોપીને ઘરેથી ઉઠાવી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી પેરોલ ફ્લો કચેરી લાવી વેરીફાઈ કરી આરોપીને આર.પી.સી કલમ 41(1)મુજબ અટક કરી વધુ તપાસ માટે કડી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.