દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત થયા છે. જે અંગે વલસાડ જિલ્લાના કાર, બાઇક, રિક્ષાના ડિલર્સ એવા કુંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષની તુલનાએ આ વર્ષે રસ્તાઓમાં પડેલા ખાડાઓને કારણે વાહનોમાં થતા નુક્સાનમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. નેશનલ હાઇવે અને અન્ય તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યા હોય સામાન્ય રીતે વાહનના વ્હીલ ખાડામાં પડવાથી વ્હીલ બેન્ડ થવાના, વ્હીલ બેરિંગ તૂટી જવાના, સ્ટિયરિંગ એસેમ્બલીમાં રોડ બેન્ડ થવાના એવા વિયર એન્ડ ટીયર ના પાર્ટસની નુકસાની અને સર્વિસના કામ વધ્યા છે. વાહનનું પૈડું ખાડા માં પડ્યા બાદ પૈડાં વળી જવાના બનાવો બનતા વ્હીલ અલાયમેન્ટ ના કામમાં પણ વધારો થયો છે. તમામ ગેરેજમાં હાલ મોટી સંખ્યામાં વાહન માલિકો તેમના વાહનોનું રીપેરીંગ કરવા આવી રહ્યા છે. આ નુકસાનના ખર્ચમાં મોટેભાગે ઇન્શ્યોરન્સ ક્લેમ પણ થતા ના હોય વાહન ચાલકોને ખર્ચના ખાડામાં ઉતારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar जेव्हा नाना पाटेकरांच्या पुण्यातील फार्महाऊसवर घेतात गणरायाचं दर्शन | Nana Patekar
Ajit Pawar जेव्हा नाना पाटेकरांच्या पुण्यातील फार्महाऊसवर घेतात गणरायाचं दर्शन | Nana Patekar
Amazon ने पेश किया Prime Shopping Edition प्लान, मिलेंगे ये खास बेनिफिट्स; चुकाने होंगे साल के 399 रुपये
Amazon Prime Shopping Edition Membership Amazon ने भारत में अपने प्राइम मेंबरशिप प्रोग्राम का एक...
"GMCH ত সংকটজনক অৱস্থাত ভৰ্তি সোণালী চৌধুৰীক": অভিজিত শৰ্মা
"GMCH ত সংকটজনক অৱস্থাত ভৰ্তি সোণালী চৌধুৰীক": অভিজিত শৰ্মা
અમદવાદ: નારોલ ટ્રાફિક બીટ ચોકી કે ડિવિઝન ના PSI ચોકી માંજ દારૂપાર્ટી ની મહેફિલ! | Ahmedabad Police
અમદવાદ: નારોલ ટ્રાફિક બીટ ચોકી કે ડિવિઝન ના PSI ચોકી માંજ દારૂપાર્ટી ની મહેફિલ! | Ahmedabad Police
Teenage student beaten up in Dhakuakhana
Teenage student beaten up in Dhakuakhana