હાલોલ જીઆઇડીસીની બહાર ચંદ્રપૂરા રોડ પર આવેલી સન્મુખ એગ્રો નામની કંપનીની સંરક્ષણ દિવાલને અડીને કેટલાક શ્રમિકોના કાચા પતરાવાળા ઝૂલા આવેલા હતા જેમાં ગત તારીખ ૨૯/૦૬/૨૦૨૩ ના રોજ હાલોલ તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે આ સંરક્ષણ દિવાલ ધોવાઇને મધ્યપ્રદેશ થી મજૂરી કામ માટે આવેલા આ શ્રમિકોના કાચા પતરાવાળા ઝૂપડાઓ પર પડતાં ઝૂંપડાઓમાં આરામ ફરમાવી રહેલા શ્રમિકો ઝૂપડા અને તોતિંગ સંરક્ષણ દિવાલનીચે કાટમાળમાં ફસાયા હતા જેમાં કાચા ઝૂંપડામાં રહેતા  શ્રમિક પરિવારના ૨ થી ૫ વયની આયુ ધરાવતા ૪ બાળકો સંરક્ષણ દિવાલ તેમજ ઝૂંપડાઓના કાટમાળ નીચે દબાઈ ઘટના સ્થળે મોતને ભેટયા હતા જ્યારે ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ કમભાગી ઘટનામાં મધ્યપ્રદેશથી મજૂરી કરવા આવેલા અંબારામ ભુરીયાના ૩ સગા બાળકો જેમાં ૨ બહેનો અને ૧ ભાઈ અભિષેક અંબારામ ભુરીયા, ગુનગુન અંબારામ ભુરીયા, અને મુસ્કાન અંબારામ ભુરીયાનું ઘટનામાં કરુણ મોત થયું હતું જ્યારે તેઓના સંબંધી જીતેન્દ્રભાઈ ડામોરના પુત્ર ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોરનું પણ મોત નીપજ્યું હતું જેમાં ગત તારીખ ૨૯ મી જુને બનેલ આ બનાવને અનુલક્ષીને બનાવના ૧૦ જ દિવસમાં આ દુર્ઘટનામાં મોતને ભેટેલા ૪ બાળકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપદાના સમયે થયેલ માનવ મૃત્યુ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ચૂકવવામાં આવતી સહાય અંતર્ગત મોતને ભેટેલા પ્રત્યેક મૃતકના વારસદારને ૪ લાખ રૂપિયા પેટે  ૪ મૃતકોના વારસદારને કુલ ૨૬ લાખ રૂપિયાના સહાયના ચેકો હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભવોના વરદ હસ્તે વિતરણ કરાયું હતું જેમાં આ કમભાગી ઘટનામાં પોતાના ત્રણ બાળકોને એક જ સાથે ગુમાવી નિસંતાન બનનાર અંબારામ ભુરીયાને કુલ ૧૨ લાખની સહાયના ચેક જ્યારે પોતાના પુત્રને ગુમાવનાર જીતેન્દ્ર ડામોરને ચાર લાખની સહાયના ચેક અર્પણ કરાયા હતા