મોરબી સહિત હળવદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ વહેતા થયા છે. તો સાથે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક રોડ ધોવાઈ જવા તો ક્યાંક પૂલ પરથી પાણીનો વધતા પ્રવાહના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હળવદથી સરા, થાન અને ચોટીલાને જોડતા રોડ પર દીઘડીયા પાસે બ્રાહ્મણી નદી બેકાંઠે વહેતા વાહનચાલકો અટવાયા છે. જોકે કેટલાક વાહનચાલકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. જોકે ગ્રામલોકો દ્વારા વારંવાર પૂલ બનાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધીન તંત્ર આંખઆડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं