સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્ર હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સમગ્ર દેશમાં પોતાના સ્વપ્ન સમા સ્વચ્છતા અભિયાનને સમગ્ર દેશમાં ફેલાવી સમગ્ર દેશના ખૂણે ખૂણેથી ગંદકી દૂર કરાવી દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત ગુજરાત ખાતે પણ  સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતનો નારો બુલંદ બનાવી સ્વચ્છતા અભિયાનની કામગીરી કરાઈ રહી હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે જોકે સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતનો નારો હાલોલ શહેરને લાગુ ન પડતો હોવાનું હાલોલ નગર ખાતે ઠેર ઠેર ફેલાયેલી ગંદકીથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જો કે હાલમાં હાલોલ નગર ખાતે ગંદકીના ખડકાયેલા ઢગને ઉઠાવી સમગ્ર નગરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની નેમ સાથે છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર પોતાના વહીવટી તંત્રના કર્મચારીઓને સાથે રાખીને નગરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં સમગ્ર નગરમાં સૌથી વધુ ગંદકીથી લથપથ બનેલા નગરના અરાદ રોડ પર નગરપાલિકાના મુખ્ય અધિકારી કે કર્મચારીઓની નજર ક્યારે પડશે કેવું આ વિસ્તારમાં રહેતા અને આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ચર્ચા રહ્યું છે 
 
 હાલોલ શહેરના અરાદ રોડ પરનો તળાવ પાસે આવેલો વિકાસ પથ હાલમાં ગોબર પથ બની ચૂક્યો છે જેમાં આ રોડની સાઈડોમાં બનાવવામાં આવેલ ગટર લાઈન સહિત મુખ્ય રોડ પર આસપાસમાં રહેતા અને પશુપાલન અને પશુપાલનના દૂધનો ધંધો કરતા કેટલાક લોકો દ્વારા પશુઓના છાણના પોદડા સહિતની ગંદકીના ઢગલાઓના વિશાળ ઢગ  મુખ્ય અવરજવરના રોડ પર કરી છાણના પોદડા સુકાવવા માટે અંહી ઢગલા કરવામાં આવી રહ્યા છે  જેમાં હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં વારંવાર  વરસાદને પડવાને કારણે આ છાણના પોદડાઓ પલળીને મુખ્ય રોડ પર ફેલાઈ રહ્યા છે જેને લઈને અસહ્ય ન સહી શકાય તેવી પારાવાર ગંદકી તેમજ માથુ ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે જેને લઈને આ રસ્તેથી અવર-જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે જેમાં છાણના પોદળા વરસાદમાં પલળીને રોડની ઉપર ફેલાતા આ મુખ્ય રોડ ચીકણો થઈ જતા રોડ પરથી પસાર થતા દ્રી-ચક્રી વાહનોના ચાલકો આ રોડ પરથી આ છાણના ઢગલાઓમાં સ્લીપ થઈ પડી ઇજાગ્રસ્ત તેમજ ગંદા થતા હોવાના પણ કિસ્સા બની રહ્યા છે જેને લઈ લોકોમાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોવાની ચર્ચા પણ ઉઠી છે  જ્યારે આ રોડની સામે અને આસપાસ ધંધો કરતા દુકાનદારો તેમજ આસપાસની સોસાયટીઓમાં રહેતા રહીશો પણ આ છાણના પોદડાઓથી ઉત્પન્ન થતી પારાવાર ગંદકી અને તેની દુર્ગંધથી  ત્રાહિમામ પોકારી ચૂક્યા છે જેમાં વારંવારની રજૂઆત કરવા હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રના પેટનું પાણી ન હાલતું હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું છે 
 
 શું નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન આ સમસ્યાથી લોકોને છુટકારો અપાવી દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના સૂત્ર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતના નારાને સાર્થક કરશે કે નહીં અને સ્વચ્છતા અભિયાનની નેમ સાથે સમગ્ર નગરને સ્વચ્છ બનાવવા નીકળેલા મુખ્ય અધિકારી અને કર્મચારીઓ આ રોડની ગંદકી દુર કરી આ વિસ્તારને ક્યારે સ્વચ્છ બનાવશે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.