દીઓદર તા. નાગરીક શરાફી મંડળીની જાણીતા ધારાશાસ્ત્રી બી. કે. જોશીના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી,,,દીઓદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. ની. ૨૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મીટીંગ હોલમાં યોજાઈ હતી.જેમાં સભાનું પ્રમુખ સ્થાન જાણીતા ધારાશાસ્ત્રી બી.કે.જોષીએ સંભાળ્યું હતું. પધારેલા સૌને સંસ્થાના મેનેજર પ્રકાશ આર.શાહે આવકારી અહેવાલ રજુ કર્યો હતો.. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટચ કરવામાં આવ્યું.હતું. ત્યાર પછી સંસ્થાના ચેરમેન અશોક બી.શેઠે સૌને આવકારી સંસ્થા દ્વારા થયેલ પ્રગતિના અહેવાલ રજુ કર્યા હતા. તેમજ જણાવેલ કે સંસ્થા દ્વારા સભાસદો ને રૂા.૧ લાખનો અકસ્માત વિમો લેવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા લોન ધારોકો પૈકી કોઈનું અવસાન થાય તો રૂા.૫૦ હજાર સુધીની લોન કવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે મંડળીના એડવોકેટ તરીકે વર્ષોથી સેવા પુરી પાડતા બી.કે.જોષી તાજેતરમાં લાયંન્સ કલબ દીઓદર ના પ્રમુખ પદે વરણી પામતાં તેમજ મંડળી ના પાયાના પૂર્વ મેનેજર બાબુલાલ વી.માળી સરદારપુરા મધ્યે સરપંચ પદે વરણી પામતાં તેમજ મંડળીના માર્ગદર્શક તેમજ સહકારી ક્ષેત્રે કોઈપણ પ્રશ્ન હોય તો સરળતા કરી આપતા કાંકરેજ પંથકના વતની અને ઓડીટરશ્રી જામાભાઈ દેસાઈ તા.૩૦/૬/૨૦૨૩ ના રોજ વય નિવૃત થતાં તેમનું તેમજ દીઓદર ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે ચુંટાયેલા રાઈબેન રમેશભાઈ પ્રજાપતિ તથા જોસનાબેન અનુપજી ઠાકોર નું સંસ્થા દ્વારા કંકુતિલક,શ્રીફળ-શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું..તેમજ સફળતા હાંસલ કરી દરેક ધોરણમાં વધુ માર્કસ મેળવનાર બાળકોનું ફુલસ્કેપ ચોપડા આપી બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જામાભાઈ દેસાઈ એ જણાવેલ કે સંસ્થાનું પોતાનું બે માળનું મકાન તેમજ સેલ્ફડીપોઝીટ વોલ્ટની સુવિદ્યા ધરાવતી જિલ્લામાં માત્ર ગણતરીની સંસ્થાઓ છે. ત્યારે આ પંથકને સુંદર વહીવટ થકી આ લાભ મળે છે. તોસંસ્થામાંથી ઓછા વ્યાજની લોન લઈ આપ સૌ આગળ વધો તેમ જણાવ્યું હતું.પ્રમુખ સ્થાનેથી શ્રી બી.કે.જોષી એ સંસ્થાની સ્થાપના થીઆજસુધી દરેક દ્વારા જે સહયોગ મળ્યો છે. તેને ઉજાગર કરેલ સંસ્થાના ડિરેક્ટર ૨મેશભાઈ સોની એ આભારવિધિ કરી હતી...
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं