બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૂની 228 બોટલો અને કાર સાથે એક શખસ ઝડપી પાડ્યો હતો. જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની બોટલો અને કાર મળી કુલ રૂ. 3,85,500નો મુદામાલ સાથે એક શખસને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાં અચાનક દરોડો પાડી વિદેશી દારૂની 228 બોટલો સાથે બોલેરો કારના ચાલક ઇમરાનખાન દીલાવરખાન મલેક (પીપળી)ને ઝડપી પાડ્યો હતો.બજાણા પોલીસે આ ગાડીની સઘન તપાસ કરતા ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 228 કિંમત રૂ. 85,500 અને બોલેરો કાર કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,85,500નો મુદામાલ ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, ભાવેશકુમાર રાવલ, ધ્રુવરાજસિંહ રાણા, અમરદીપસિંહ ઝાલા, ભૂપતભાઇ દેથળીયા અને હિતેશભાઇ જોગરાણા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  લાખણકા ગામે ભવ્ય સંતવાણી ડાયરાનો કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા 
 
                      લાખણકા ગામે ભવ્ય સંતવાણી ડાયરાનો કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
                  
   Mayurbhanj में आदिवासियों के बनाए इन Sabai Grass Products की विदेश तक बंपर डिमांड हो रही! Odisha 
 
                      Mayurbhanj में आदिवासियों के बनाए इन Sabai Grass Products की विदेश तक बंपर डिमांड हो रही! Odisha
                  
   ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે 25 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે 
 
                      ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે 25 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે
                  
   મહુવા ના કયા વિસ્તાર ના રહીશો એ આપી મત બહિષ્કાર ની ચિમકી 
 
                      મહુવા ના કયા વિસ્તાર ના રહીશો એ આપી મત બહિષ્કાર ની ચિમકી
                  
   
  
  
  
   
   
   
  