બજાણા પોલીસે બાતમીના આધારે પાટડી તાલુકાના છાબલી ગામેથી ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ટાયર પંક્ચરની દુકાન ધરાવતો આ શખ્સ ખેતરમાં છુપાવા જતાં પોલીસના હાથે ઝડપાયો હતો.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના છાબલી ગામેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ડબલ બેરલની લાકડાના હાથાવાળી હાથ બનાવટની બંદૂક (હથીયાર) સાથે સદામહુસેન ભીખુશા દિવાન (ફકીર)ને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમ‍ા છાબલી ગામનો ટાયર પંક્ચરની દુકાન ચલાવતો સદામહુસેન ભીખુશા દિવાન (ફકીર) પોતાના પાસેની ડબલ બેરલની લાકડાના હાથાવાળી હાથ બનાવટની બંદૂક (હથીયાર) કિંમત રૂ. 2500વાળી પોતાના ઘરેથી થોડે દૂર ખેતરમાં છુપાવવા જવાનો હોવાની બાતમીના આધારે બજાણા પોલીસ આરોપીને ગેરકાયદેસર બંદૂક સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, નરેશભાઇ મેર, ભાવેશભાઇ રાવલ અને જયપાલસિંહ ઝાલા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.