હજુ બકરી ઈદ પહેલા જ એક ટ્રકમાં કતલખાને જતા 160 ઘેટાં બકરાને બચાવવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે મોડી રાત્રે રાજસ્થાનથી મુંબઈ કતલ માટે એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 197 ઘેટાં-બકરાને લઈ જવાતા હતા. તેને પાલનપુરના જીવદયા કાર્યકરો અને ડીસાના મહિલા વકીલે મહામહેનતે કરી પાલનપુર પશ્ચિમ પોલીસના સહયોગથી બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મૂક્યા હતાં.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજસ્થાન તરફથી બુધવારની મોડી રાત્રે જીજે-08-ઝેડ-897 નંબરની ટ્રકમાં ઘેટાં-બકરાં જીવોને કતલખાને લઇ જતાં હોવાના સમચાર પાલનપુરના કાર્યકર્તાઓને મળતા તેઓ પાલનપુર નજીક ટ્રકને રોકાવતા ટ્રકમાંથી પશુઓની ચીસો સાંભળી કાર્યકર્તાઓએ પાલનપુર પશ્ચિમ પોલીસને બોલાવી ટ્રકને પોલીસે કબ્જે કરી તેમાં તપાસ કરતા વગર પાસ પરમીટ ગેરકાયેસર રીતે ખિચોખીચ ક્રૂરતાપૂર્વક બકરા ને મુંબઈ તરફ કતલખાને લઈ જતાં માલુમ થતાં જીવદયાપ્રેમીઓ ટ્રક ચાલક વિરૂધ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવા મથામણ કરી હતી.

પરંતુ કસાઈઓ પણ ગાડી લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેવામાં જીવદયા કાર્યકર્તાઓએ ડીસાના વકીલ હીનાબેન ઠક્કરને જાણ કરતા હીનાબેન તાત્કાલિક રાત્રે પાલનપુર પોલીસ મથકે પહોંચી પોલીસને કાયદાની રાહે યોગ્ય કાર્યવાહી કરવા જણાવતાં પોલીસે ફરિયાદ નોંધી કબ્જે કરી તમામ ઘેટાં-બકરાં જીવોને ડીસાની રાજપુર પાંજરાપોળમાં સાર સંભાળ માટે મૂકી આપ્યા હતા. ત્યાં એક ટ્રકમાં 197 ઘેટાં - બકરાં જીવો મળી આવ્યા હતા તેમને ઉતારી ત્યાં ઘાસચારો, પાણી અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી.