મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપોમાંથી ગઈકાલે સાંજે ઉપડેલી વિસનગર-રાવળાપુરા એસટી બસમાં બેસવા બાબતે બબાલ થઇ હતી. વિસનગરમાં સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી શરૂ થયેલી બબાલ સવાલા ગામે પહોંચતા વધી ગઈ હતી. સવાલા ગામના બસ સ્ટેન્ડે પહોંચેલી એસટી બસને સરફરાજએ ડેલીકેટની ઓળખ આપી બસ ઊભી રખાવી હતી. જ્યાં બીજા માણસો આવી બસને ઘેરી લીધી હતી અને ત્યારબાદ એસટી બસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી, ખેંચતાણ કરી માર માર્યો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગરના સવાલા પાસે થયેલ માથાકૂટમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે થયેલી બબાલમાં એસટી ઉપર છુટ્ટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિદ્યાર્થીનીઓ બસમાં ઘરે જઈ રહેલ સાથે ટોળાએ ઝપાઝપી કરી અડપલાં કર્યા અને ગેરવર્તન કરી બિભત્સ શબ્દ પ્રયોગ કર્યો હતો. વિસનગર અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીનીઓ સાથે થયેલા અભદ્ર વ્યવહાર અને બસ ને બાન લેવા મુદ્દે એસટી બસના કંડકટર ઘનશ્યામ ગોસ્વામીએ મોડી રાત્રે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સરફરાઝ ડેલીકેટની સાથે 30ના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.