ભાભરમાં ચાલુ ગાડીએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે બાઈક પર આવેલા શખ્સોએ શાકભાજીના હોલસોલ વેપારીનો પીછો કર્યો હતો. વેપારીએ બમ્પ આવતાં ગાડી ધીમી પાડતાં શખ્સોએ આંખમાં મરચાંની ભૂકી નાખી હતી. જોકે, વેપારીએ ગાડી હંકારી મૂકતાં લૂંટ થતાં બચી હતી. વેપારીએ ભાભર પોલીસે જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ભાભરના હોલસેલ શાકભાજીના વેપારી ગાડી લઈ જાસનવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અગાઉથી રેકી કરી રહેલા શખ્સોએ બમ્પ આવતા ધીમે પડેલી ગાડીમાં મરચાંની ભૂકી નાખી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીએ ગાડી હંકારી દેતા લૂંટ થતા અટકી હતી.
શાકભાજીના હોલસેલના વેપારીના જણાવ્યા રાત્રે આશરે દોઢ વાગ્યેના સમયે પોતાની ગાડી લઈને શાકભાજી લેવા માટે ભાભરથી થરા તરફ જઇ રહ્યા હતા. તે સમયે કેટલાક અજાણ્યા ઇસમોએ ભાભર હાઇવે ઉપરની એક ચાની કીટલીએથી રેકી કરી અને જાસનવાડા ગામના પાટિયા પાસે બમ્પ આવતા ગાડી ધીમી પડતાં બાઇક પર પાછળથી આવીને અજાણ્યા શખ્સોએ વેપારીના આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.