કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોટન સીટી કડી ક્રાઈમનું સીટી બનતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. કડી એક ઔદ્યોગિક નગરી અને શૈક્ષણિક નગરી તરીકે જાણીતું છે. ત્યારે આ કડી પંથકમાં ચોરી, મોબાઈલ ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટફાટ, ચીલ ઝડપ, હત્યા જેવા બનાવોમાં વધારો થતા અને ગુનેગારોને કાયદાનો કે પછી પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીમાં ક્રાઈમ ક્યારે થોભશે તે મોટો પ્રશ્ન હાલ જોવા મળી રહ્યો છે.
ત્યારે કડી શહેરમાં આવેલી સરદાર સોસાયટીમાં રહેતા અંકિત પટેલ કે તેઓ પોતાના ઘરેથી સરદાર સોસાયટીમાંથી ચાલતા એકલા નીકળ્યા હતા અને ફોન ઉપર વાત કરી રહ્યા હતા અને ચાલતા ચાલતા સીટી પાર્ક સોસાયટી પાસે પહોંચતા બે બાઈક સવારો આવી પહોંચ્યા અને તેમના હાથમાં રહેલો આઈફોન 13 પ્રો, ઝૂટવી બાઈક સવાર લઈ જતા અંકિતે બુમાબુમ કરી હતી, પરંતુ બંને બાઈક સવારો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અંકિત એ તેના મિત્રો અને પરિવારને જાણ કરી હતી અને કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.