સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે પુરઝડપે જતી ટ્રેનની અડફેટે 8 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે ટ્રેન થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી. જ્યારે અચાનક આટલા પશુઓના મોતથી પશુપાલકની હાલત દયનીય બનવા પામી હતી.રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે. જેમાં પાછલા દિવસોમાં વંદે ભારત ટ્રેનની અડફેટે પણ અબોલ પશુઓના મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે પુરઝડપે જતી ટ્રેનની અડફેટે 8 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવાની ગોઝારી ઘટના સામે આવી છે.જામનગર જઇ રહેલી ટ્રેન જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાડકી ગ‍ામ નજીક પુરઝડપે પસાર થઇ રહી હતી. ત્યારે આ ટ્રેનની અડફેટે પાટા ક્રોસ કરી રહેલા દશથી વધુ પશુઓ અડફેટે આવતા આઠ જેટલા અબોલ પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે ટ્રેન થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી. જ્યારે અચાનક આટલા પશુઓના મોતથી પશુપાલકની હાલત દયનીય બનવા પામી હતી.