ડીસાના ઇન્દિરા નગર-ધુળીયાકોટ વિસ્તારમાં 10 દિવસ અગાઉ એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં મારામારીમાં 70થી 80 લોકોનું ટોળું સામ સામે ધોકા અને પથ્થરમારો કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા પોલિસે 9 આરોપીઓની અટકાયત કરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના ઈન્દીરા નગર-ધૂળીયાકોટ વિસ્તારમાં 10 દિવસ અગાઉ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં એકજ સલાટ સમાજના લોકોના બે જૂથ વચ્ચે સામસામે મારામારી થઈ હતી. નજીવી બાબતે તકરાર થતાં જ બે જૂથ ઉશ્કેરાઈ સામસામે આવી જઈ જાહેર માર્ગ પર ધોકા અને પથ્થરો વડે મારામારી કરી હતી. પથ્થરો અને ધોકા વડે સામસામે મારામારી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ હુમલો કરનારા 9 લોકોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વીડિયોમાં અંદાજીત 70થી 80 લોકોનું ટોળું સામસામે મારામારી કરતું દેખાય છે. જેમાં નાના બાળકોથી લઇ મોટા લોકો પથ્થર મારો કરી રહ્યા છે. જેથી જાહેરમાં સામસામે પથ્થરો વડે મારામારી કરી આતંક માચાવનાર લોકો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે.