મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની અસીમ કૃપા અને અનંત શ્રી વિભૂષિત યોગીરાજ શિરોમણી શ્રી જાનકીદાસ મહારાજના આર્શીવાદ થી હાલોલ શહેરની બહાર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર મચકોટા ખાતે આવેલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી જાનકીદાસ સુંદરકાંડ પરિવાર દ્વારા શ્રી અખંડ રામચરિત્ર માનસ પાઠ યોજાયો હતો તેમજ દસમાં ભંડારા મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ત્રીજી અને ચોથી જુલાઈ એટલે કે ગઈકાલે અને આજ રોજ તારીખ 04/07/2023 ના રોજ ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમ શ્રી રામચરિત્ર માનસ પાઠનું પઢન કરાતા શ્રી રામ ભક્તો ભાવવિભોર થઈ ઝૂમી ઉઠ્યા હતા અને શ્રી રામમય બન્યા હતા જ્યારે આજે સાંજના સુમારે યોજાયેલા દસમાં મહાભંડારા મહાપ્રસાદીમાં પણ મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ભાગ લઈ ભંડારા મહા પ્રસાદીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી જેમાં બે દિવસ સુધી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન સમસ્ત શ્રી જાનકીદાસ રામાયણ અને સુંદરકાંડ પરિવાર હાલોલ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
હાલોલના શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી જાનકીદાસ સુંદરકાંડ પરિવાર દ્વારા શ્રી અખંડ રામચરિત્ર માનસ પાઠ અને ભંડારો યોજાયો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/07/nerity_61590276c51e603e2373372d0e398b8c.jpg)