આજે તારીખ-૦૪/૦૭/૨૦૨૩, મંગળવારના રોજ હાલોલ કુમાર શાળા ખાતે સવારે ૯.૦૦ કલાકે હાલોલ તાલુકાના મુખ્ય શિક્ષક (HTAT) ની આયોજન બેઠક કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે હાલોલ તાલુકાના તમામ મુખ્ય શિક્ષક (HTAT) મિત્રોએ મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘ, હાલોલ સાથે જોડાયાં, જેમાં હાલોલ તાલુકાની મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે જયદીપભાઈ ભાટીયા,મહામંત્રી
હિતેશભાઈ ભાટીયા,સંગઠન મંત્રી દિનેશભાઈ પરમાર,
વરિષ્ઠ સલાહકાર રાકેશભાઈ વાળંદ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ
આકાશભાઈ પટેલ,ઉપાધ્યક્ષ દક્ષેશભાઈ પટેલ,મહિલા ઉપાધ્યક્ષ ભગવતીબેન ઉપાધ્યાય,સહ સંગઠન મંત્રી
કમલેશભાઈ પંડયા,સહ મંત્રી વિપુલભાઈ આર. પટેલ, કાર્યાધ્યક્ષ મુકેશભાઈ પાટીદાર,પ્રચાર મંત્રી નિરવભાઈ પટેલ,કોષાધ્યક્ષ મનિષાબેન દેસાઈ,આંતરીક ઓડિટર નરવતસિંહ બારીયા,મહિલા સહ મંત્રી પુષ્પાબેન પટેલ,તેમજ પંચમહાલ જિલ્લા પ્રતિનિધિ તરીકે
ચેતનભાઈ પટેલની વરણી કરી જાહેરાત કરાઈ હતી.
જેમાં આ બેઠક મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘ, પંચમહાલના મહામંત્રી - વિરેનકુમાર એમ.જોષી તથા હાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, હાલોલના અધ્યક્ષ - અતુલભાઈ બી.પટેલ અને મહામંત્રી - દિવ્યેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જ્યારે  આજની આ બેઠકમાં તાલુકાના અધ્યક્ષ તથા મહામંત્રી દ્વારા સદસ્યતા અભિયાન, ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન દુણીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (HTAT) રાકેશભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું