ડાકોર ડંકનાથ મહાદેવ મંદિરની બહાર ખુલ્લી જગ્યામાંથી મરણ અવસ્થામાં વૃદ્ધ મહિલા મળી

ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રાણછોડજી મંદિરે આજે ગુરુપૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે આશરે 65 થી 70 વર્ષની વૃદ્ધ મહિલા દર્શન કરવા આવ્યા હતા અને રાત્રે ડંકનાથ મહાદેવ મંદિરની બહાર ખુલ્લી જગ્યામાં સુઈ ગયા હતા ત્યારબાદ સવારે વૃદ્ધ મહિલા મરણ હાલતમાં જોવા મળ્યા હતા આસપાસના લોકોએ ડાકોર પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે તેમની ઓળખ માટેની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી