સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઈલેક્ટ્રીક વાયરોમાં ભેજ લાગવાના કારણે વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બને છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના રહેવાસી અને સુદામડા ગામ ખાતે કપચી ઉતારવા માટે ડમ્પર લઇ અને ગયા હતા.તેવા સમયે ડમ્પરને હાઇડ્રોલિક કરતા ડમ્પર સાથે ઇલેક્ટ્રીક લાઈન પસાર થતી હતી તેને અડી જતા ડમ્પરના ડાઇવરનું ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે તેમને સાયલા ખાતે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારે આ અંગેની જાણકારી મળતા સાયલા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક અસર એ પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સાયલા ગામેથી કપચી ભરી અને સુદામડા ગામ ખાતે કપચી ઉતારવા માટે ગયેલા અલ્પેશભાઈ નામના ડમ્પર ના ડાઈવર સુદામડા ખાતે કપચી ઉતારવા માટે પહોંચ્યા હતા અને કપચી ઉતારવા માટે પોતાનું ડમ્પર હાઇડ્રોલિક કરાતા ઉપર પસાર થતી વીજળીની લાઇનને ડમ્પર અડી જતા તાત્કાલિક અસરે શોર્ટ સર્કિટ થયો હતો અને શોર્ટ સર્કિટ થવાના કારણે ડાઈવર અલ્પેશભાઈ નું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું ત્યારે જાણવા મળે છે કે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જેવા પામ્યો હતો જ્યારે અલ્પેશભાઈ ને હજુ લગ્ન ચાર માસ પહેલા થયા હોવાનું જાણવા મળે છે ત્યારે અંગેની પોલીસે ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.