ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં 20 જુલાઇના રોજ 894 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5000 ને પાર થઇ છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 5099 નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 295, વડોદરામાં 65, સુરતમાં 54, મહેસાણામાં 45, પાટણમાં 38, ગાંધીનગરમાં 31,રાજકોટમાં 31, કચ્છમાં 30, ગાંધીનગરમાં 31, રાજકોટમાં 31, કચ્છમાં 30, ગાંધીનગરમાં 27, સુરતમાં 24, દ્વારકામાં 23, ભાવનગરમાં 22, બનાસકાંઠામાં 21, વલસાડમાં 19, ભરૂચમાં 18, રાજકોટ જિલ્લામાં 18, વડોદરા જિલ્લામાં 16, આણંદમાં 15, મોરબીમાં 15, સાબરકાંઠામાં 15, પોરબંદરમાં 10, અમદાવાદ જિલ્લામાં 08,જામનગરમાં 07, ખેડામાં 07, નવસારીમાં 07, અમરેલીમાં 06, પંચમહાલમાં 05, અરવલ્લીમાં 04, સુરેન્દ્રનગરમાં 04, તાપીમાં 04, ભાવનગર જિલ્લામાં 03, ગીર સોમનાથમાં 03, દાહોદમાં 02 અને  જામનગરમાં 02 કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા જણાવ્યું છે.