પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે. આ ટ્રેનને 29 જૂન સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.તેની ફ્રિકવન્સી લંબાવીને હવે તેને 27 જુલાઈ, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો છે.આથી ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 27 જુલાઈ 2023 સુધી ચાલશે. તેવી જ રીતેબાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 28 જુલાઈ 2023 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. જેનું બુકીંગ 1 જુલાઇથી ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.