નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝનના જે.ડી.પુરોહિતનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ હરીપર ગામ ખાતેથી આરોપી વિપુલભાઇ નવઘણભાઇ મુલાડીયા જાતે ચુ. કોળી ઉ.વ.5 રહે. નરાળી તા. ધ્રાંગધ્રાવાળો સગીર વયની બાળાને ભગડાી લઇ ગયેલ હોવાનો બનાવ બનતા આરોપી વિરૂધ્ધ અત્રેના પોલીસ સ્ટેશન ઉપરોકત ગુનો દાખલ કરેલ.ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે.ના પોલીસ ઇન્સ. યુ.એલ.વાઘેલાનાઓએ ઉપરોકત ગુનામાં નાસતા ફરતા આરોપી વિપુલભાઇ નવઘણભાઇ મુલાડીયા જાતે ચુ. કોળી ઉ.વ.25 રહે.નરાળી તા. ધ્રાંગધ્રાવાળાને પકડી પાડવા સારૂ પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી કરાવતા આરોપી અલગ અલગ જીલ્લાના ગામોમાં નાસતો ફરતો હોય છેલ્લા ચારેક માસથી પકડાયેલ ન હોય ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સથી બાતમી હકીકત મેળવતા જાણ થયેલ કે આરોપી ભોગ બનનાર સાથે કચ્છ જિલ્લાના અંજારમાં આવેલ એક ગામમાં રહે છે તેવી બાતમી મળતા શંકાસ્પદ નંબરો મેળવી કોલ ડીટેઇલ મેળવતા એક શંકાસ્પદ નંબર કચ્છ જીલ્લાના અંજાર તાલુકાનું દેવળીયા ગામનું લોકેશન મળી આવતા.ગુનાના આરોપીને પકડી પાડવા ટીમની રચના કરી પોલીસ ઇન્સ. યુ.એલ.વાઘેલા સા.નાઓના સંપર્કમાં રહી પો. હેડ. કોન્સ. કે.બી.પરમાર તથા પો.હેડ કોન્સ. કલ્યાણભાઇ દલાભાઇ તથા પો.કોન્સ. માંગીલાલ પઢીયાર નાઅને લોકેશનવાળી જગ્યા કચ્છ જીલ્લાના દેવળીયા ગામે જઇ તપાસ કરતા આરોપી મળી ન આવતા પો. હેડ.કોનસ. કે.બી.પરમારનાઓએ લોકેશન વાળી જગ્યાએ મળી આવેલ એક શંકાસ્પદ વ્યકિતનો ફોન ચેક કરતા લોકેશનવાળો મોબાઇલ નંબર વ્યકિબતના ફોનમાંથી મળી આવતા વ્યકિતની કડક પુછપરછ કરતા આરોપી તથા ભોગ બનનારને દેવળીયા ગામની સીમ વાડી વિસ્તારમાં જંગલમાં જોયેલા હોવાનું જણાવતા વડાી સીમ જંગલ વિસતારમાં પેદલ ચાલી તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર બંને મળી આવેલ હોય જેઓએ પો.સ્ટે. ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.