સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થી ચાર કિલોમીટર દૂર ઝીંઝુડા ગામના શખ્સ ઉપર પંજાબ હરિયાણા ધાબા ઉપર ચાર શખ્સોએ આવી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પ્રથમ ચોટીલા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર ની જરૂરિયાત જણાવતા હાલમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે આ અંગેની જાણકારી ચોટીલા દવાખાનેથી પોલીસ તંત્રને આપવામાં આવતા તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં પોલીસ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે હુમલો કરનાર વ્યક્તિઓને જૂના મંજૂર હોવાનું કારણ હોઈ શકેત્યારે જાણવા મળતી વિગતો અનુસાર અજીતભાઈ માધાભાઈ નામનો શખ્સ ઝીંઝુડા ગામનો રહેવાસી છે અને પોતે કામકાજ માટે ચોટીલા થી ચાર કિલોમીટર દૂર આવેલ પંજાબ હરિયાણા ધાબા પાસે પહોંચ્યો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવી અને ધોકાભાઈ અને ઘાતક વસ્તુઓ સાથે અજીત માધાભાઈ નામ ના યુવાનો પર હુમલો કરી અને નાસી છૂટ્યા છે ત્યારે ચોટીલા પોલીસે આ વ્યક્તિઓની ધરપકડ કરવા માટેની ફરિયાદ નોંધઈ અને તજવીજ હાથ ધારવામાં આવી છે.