ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, શ્રી ડૉ.કુશલ. આર. ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ,

શ્રી વી.એમ.ચૌધરી, પો.ઇન્સ. પો.સ્ટે. સ્ટાફના માણસો સાથે ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. વિસ્તારમા પ્રોહી/જુગાર લગત પેટ્રોલીંગ મા હતા દરમ્યાન ખાનગી રાહે પો. કોન્સ્ટેબલ વનરાજજી પ્રતાપજી ને મળેલ બાતમી આધારે મળેલ બાતમી હકીકત આધારે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે થી આરોપી દલારામ ઉર્ફે દિનેશ મુળારામ જાતે.સરવણ (જાટ) રહે લીલસર (શેરપુરા) સરણોકા તલા તા. ચૌહટન જી. બાડમેર (રાજ.) વાળા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ- ૯૬ કીમત રૂપિયા ૩૨,૮૮૦/- તથા રોકડ રકમ. રૂપિયા ૧૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા થેલાઓ નંગ- ૦૨ કીમત રૂ.૦૦/૦૦ એમ કુલ કિ.રૂ.૪૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે..

 કામગીરી કરનાર અધિકારી શ્રી ની વિગત.. 

શ્રી વી.એમ.ચૌધરી, પો.ઇન્સ.,ડીસા ઉત્તર

શ્રી જયંતીભાઇ, હેડ.કોન્સ.,ડીસા ઉત્તર

શ્રી વનરાજજી, પો.કોન્સ.,ડીસા ઉત્તર

શ્રી કરશનભાઇ, પો.કોન્સ.,ડીસા ઉત્તર

શ્રી અરવિંદભાઇ, પો.કોન્સ.,ડીસા ઉત્તર

શ્રી વિક્રમસિંહ, પો.કોન્સ.,ડીસા ઉત્તર