દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂની 658 બોટલો સાથે કાર ઝડપી પાડી હતી. આ દરોડામાં દસાડા પોલીસે વિદેશી દારૂની બોટલો અને ઇકો કાર મળી કુલ રૂ. 3,80,375ના મુદામાલ સાથે એક શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસે છટકું ગોઠવ્યું હતુ. ત્યારે હાઇવે પર શંકાસ્પદ હાલતમાં નિકળેલી સફેદ કલરની ઇકો ગાડીનં-GJ-09-BK-5776 વાળીને કોર્ડન કરીને ઉભી રખાવીને ગાડી સાથે ચાલકની સઘન તલાશી લીધી હતી. દસાડા પોલીસ આ ગાડીમાંથી ચાલક દિનેશકુમાર હિરારામ ભીલ, ( રહે-દુથ્વા, તા. ચીતલવાના, જી. જાલોર ( રાજસ્થાન )ને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો,નાના ચપલા અને બિટર ટીન મળી કુલ બોટલો નંગ- 658 કિંમત રૂ. 80,375 અને ઇકો ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,80,375ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.આર.ખડીયા, હમિરભાઇ, વિજયસિંહ, મનીષભાઇ અઘારા, સુરેશભાઇ, નિલેશભાઇ રથવી, દિપકભાઇ અને ચેહરભાઇ સહિતનો દસાડા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આર.ખડીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા આમ આદમી પાર્ટી ને વધુ એક ફટકો..
ગુજરાત આમ આદમી પાર્ટીને વધું એક ફટકો. બનાસકાંઠા જિલ્લા મહામંત્રી મુકેશભાઈ ઠક્કરે આપ્યું...
James Sangma denies corruption charges on MDA,slams All India Trinamool Congress
After Chief Minister and Deputy Chief Minister, another NPP Minister, James Sangma has refused to...
5000mAh बैटरी और 50MP धांसू कैमरा वाला Redmi का ये 5G फोन मिल रहा सस्ता, सिर्फ 334 रुपये में ले जा सकेंगे घर
Redmi 12 5G Sale Offer Discount Redmi 12 5G फोन फ्लिपकार्ट पर 36% प्रतिशत की छूट के साथ उपलब्ध...
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !
Petrol-Diesel Price Hike : UP से लेकर Bihar तक महंगा हुआ Petrol, नए दाम जानकर रह जाएंगे हैरान !