શ્રી સરકારી હાઈસ્કૂલ, ખોંભડી મોટી ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI દ્વારા ધો.10 પાસ /નાપાસ /ધો.8 પાસ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ITI નખત્રાણા ના ઈનસ્ટ્રકટર શ્રી જગદીશ ભાઈ પરમાર તેમજ કે.એમ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા જેમને શાળાના આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ આવકારી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જે.એચ પરમારે વિદ્યાર્થીઓ ને ITI કોર્ષ વિશે માહિતાર કરી તેમાં રોજગારીની કેટલી તકો રહેલી તે તેમજ કન્યાઓ પણ આ કોર્ષ કરે છે તેને બહોળા પ્રમાણમાં જાણવાની તેમજ યોગ્ય સમજ મેળવી તેનું મહત્વ સમજાવ્યું હતું.વધુમાં તેમણે pumbler જેવા કોર્ષ ની વર્તમાન માં કેટલી માંગ સમજ આપી હતી આમ ITI કોર્ષ માટે સકારાત્મક અભિગમ સાથે જોડાવવા આહવાન કર્યું હતું.કે.એમ પરમારે ITI માં ચાલતાં અલગ-અલગ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓ ના કારકીર્દિ અંગેના મુઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા.અંતે દરેક ને માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન કાપડી,ઉપસરપંચ કાંતાબેન પટેલ , ગ્રામ પંચાયત સદસ્યા ગીતાબેન પટેલ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા ગણેશભાઈ ભોયા તેમજ વિદ્યાર્થી સંચાલન સમિતિએ જહેમત ઉઠાવી હતી...