આજ રોજ રાજકોટ ખાતે ગુજરાતમાં 2008 થી ચાલતું મીડિયા એટ ધીસ ટાઇમની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુભાષભાઈ ડોબરીયા, તન્વીબેન પાટડિયા, હર્ષદભાઈ ચૌહાણ તેમજ નિમેષ ભાઈ અજમેરા, દીપક ભાઈ ડોબરીયા, નિકુંજ ભાઈ ચૌહાણ, સાગરભાઈ ટાઢાણી ની ઉપસ્થિતિમાં આ પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં એટ ધીસ ટાઈમમાં ચાલતા ડિજિટલ વિભાગ, બૂક વિભાગ, મેગેઝિન વિભાગ, વાયરલ વિભાગ, લાઇવ વિભાગ, આઉટડોર પબ્લિસિટી વિભાગને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે કંપની ચેરમેન સુભાષભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે "આ કંપની 15 ઓગષ્ટ 2008 માં શરૂ કરવામાં આવી હતી. અને 2008 થી અત્યાર સુધીમાં તાલુકા થી સ્ટેટ સુધીની સફર અને નાના વેપારી થી મોટા ઉદ્યોગપતિ સાથે કામ કરવાની રોમાંચક સફર રહી છે. આ નાના મીડિયા હાઉસથી આજે એટ ધીસ હોર્ડિંગ લિમિટેડ કંપની બની છે ત્યારે આ કંપનીમાં તમામ વિભાગોમાં કામ કરતા તમામ અધિકૃત અધિકારીઓ અને ભૂતકાળમાં કામ કરી ગયેલ શ્રેષઠત્તમ, ઉત્સાહી, પુરી નિષ્ઠા અને તાકાત સાથે કામ કરતા કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કરું છું. અને કાર્યરત તમામ અધિકારીઓ અને ભવિષ્યમાં આવનાર સ્ટાફગણ કંપનીના વફાદારી પૂર્વક કામગીરી કરે આ કંપનીથી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવા અભિગમ સાથે શુભેચ્છા પાઠવું છું. " ત્યારે આ તકે મિટિંગમાં મળેલ તમામ અધિકારીઓ કંપની લિમિટેડ થતા ખુશી વ્યકત કરી અલગ અલગ વિભાગમાં કામ કરતા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. આ મિટિંગમાં કંપનીમાં ચાલતા ડિજિટલ વિભાગ દ્વારા તમામ લોકો હવે પોતાના આંગળીના ટેરવે પોતાના વિસ્તારોમાં બનતી તમામ ખબરોથી માહિતગાર થશે, સરકાર તરફથી તેમજ તમામ કંપનીની યોજનાનો વધુમાં વધુ લાભ મળતો થશે. મેગેઝિન વિભાગથી વાચક વર્ગ વાળા લોકોને માહિતી મળશે. આઉડોર વિભાગથી નાના થી તમામ ઉદ્યોગોને નવી ઊંચાઈ મળશે. બૂક વિભાગથી ઉધોગપતિઓ કરેલ સંઘર્ષ આવનાર પેઢી વાંચીને જીવનમાં નવો ઉત્સાહ ભરાશે અને સફળ ઉધોગપતિની હંમેશ માટે પરછાઇ રહેશે. જ્યારે વાયરલ વિભાગથી સરકાર તેમજ આધુનિક સમયમાં ચાલતા ઉદ્યોગની યોજનાની લોકોને તત્કાલ લાભ અને મળશે. અને લાઇવ વિભાગથી હાલ સમયમાં ચાલતા તમામ કાર્યક્રમો લાઇવ નિહાળી શકશે. જેવી અનેક બાબતોને લઈને ઉત્સાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને આ તકે રાજકોટ મુકામે એટ ધીસ ટાઇમ હોર્ડિંગ લિમિટેડની પ્રથમ બોર્ડ મીટીંગ નવા ઉમંગ,ઉત્સાહ જોશ સાથે યોજાઈ હતી.