ચુડા ખાતે SBI બેંકનુ કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતા શખ્શને મારમારી થેલામાં રાખેલા રોકડ રૂ. 6.89 લાખ, લેપટોપ સહિત કુલ રૂ. 7.04 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી બે અજાણ્યા શખ્સો નાશી છૂટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી લૂંટ અંગે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કસ્ટમર સર્વિસ ચલાવતો શખ્સ ટુવ્હીલર પર ગોખરવાડા તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન લૂંટનો બનાવ બન્યો હતો.આ ચકચારી લૂંટ કેસમાં થેલામાં રાખેલા રોકડ રૂ. 6.89 લાખ, રૂ. 15 હજારની કિંમતનું લેપટોપ સહિત ફૂલ રૂ. 7.04 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી બે અજાણ્યા શખ્સો નાશી છૂટ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાથી ગોખરવાડા તરફ જતા રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી નાશી છૂટ્યા હતા. જ્યારે પોલીસે ફરિયાદના આધારે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી નાશી છુટેલા શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.આ લૂંટ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે એસ.બી.આઇ. બેંક વતી કસ્ટમર સર્વીસ પોઇન્ટ તથા કોમન સર્વીસ સેન્ટર ચલાવતા 24 વર્ષના સંજયભાઇ જાદવભાઇ ખાંદલા ( સતવારા ) પોતાનું સ્કુટી નંબર GJ-13-BC-2959વાળુ લઇ ચૂડાથી પોતાના ગામ ગોખરવાડા તરફ જતા હતા. એ દરમિયાન 3 કિલોમીટર દૂર બે અજાણ્યા શખ્સોએ કાળા અને લાલ કલરના મોટરસાયકલ પર પાછળથી આવી જોરથી પાટુ મારીને સંજયભાઇ જાદવભાઇ ખાંદલા ( સતવારા )ને સ્કુટી અને થેલા સાથે પાડી દઇ મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરીને પોતાના હાથમાં રાખેલી ધારદાર છરી બતાવી પોરવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરના થેલામાં રાખેલું ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂ. 15,000 અને ભારતીય ચલણી નોટો રૂ. 6,89,000 મળી કુલ રૂ. 7,04,000ના મત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર બંધને લઈને અર્બુદા સેના દ્રારા અપાયેલા અલ્ટીમેટમ ને લઈને દિયોદર ના વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ મળ્યો
દિયોદર બંધને લઈને અર્બુદા સેના દ્વારા અપાયેલા અલટીમેટમ ને લઈને દિયોદર ના વેપારીઓ દ્વારા મિશ્ર...
কাজিৰঙাত প্ৰকৃতিপ্ৰেমৰ নিদৰ্শন। এহাল দম্পতীৰ পৰিচৰ্যা বিলুপ্তিপ্ৰায় ঘৰচিৰিকাক।
কাজিৰঙাত প্ৰকৃতিপ্ৰেমৰ নিদৰ্শন। এহাল দম্পতীৰ পৰিচৰ্যা বিলুপ্তিপ্ৰায় ঘৰচিৰিকাক।কাজিৰঙাৰ কহঁৰাৰ অসম...
Realme GT 7 Pro का इंडिया लॉन्च कन्फर्म, पावरफुल प्रोसेसर के साथ 26 नवंबर को देगा दस्तक
Realme GT 7 Pro स्मार्टफोन 26 नवंबर को भारत में लॉन्च हो रहा है। यह भारत क पहला ऐसा फोन होगा जो...
Breaking News: तिहाड़ से CM Kejriwal ने लिखी चिट्ठी, कहा- मैं रोज इंसुलिन मांग रहा हूं
Breaking News: तिहाड़ से CM Kejriwal ने लिखी चिट्ठी, कहा- मैं रोज इंसुलिन मांग रहा हूं