થરાદ ના ખોડા આંતર રાજ્ય ચેક પોસ્ટ પર ગઇ કાલે બપોર ના સમયે રાજસ્થાન થી આવતા એક ટ્રક નંબર RJ-01-GC-3240 માં 42 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે..

થરાદ પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ગુના મુજબ સાંચોર થી આવતી એક ટ્રેલર ગાડીની પોલીસ ચેકિંગ દરમિયાન તલાસી લેતાં એમાં ભરેલા પીયુપી પાવડર ના કટ્ટાઓ નીચે સફેદ કલર ના 42 બોક્ષ જોવા મળ્યા હતા, ગાડી ને સાઇડ માં લઇ વધુ તપાસ કરી તો આ ગાડી માં પર પ્રાંતીય દારુની કુલ 42 પેટી છુપાવેલી હાલતમાં મળી આવી હતી..

થરાદ પોલીસે ગાડીના ડ્રાઈવર ચુનારામ નરસીંગરામ જાટ ઉમર 29 રહે, કંકરાલા મુલાણી , તેમજ ચંદનારામ ભોમારામ જાટ ઉમર 28 રહે કંકરાલા મુલાણી, ને ગાડી માંથી ઉતારી તેમને પુછપરછ કરતા તેઓએ ગાડીમાં પાવડર ભરેલું હોવાનું જણાવેલું, આ લોકો પોલીસની નજરમાં ધુળ નાખીને દારુ પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારુ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ થરાદ પોલીસ ની બાજ નજરથી તે ન બચી શક્યા, રાજસ્થાન બનાવટની કુલ 42 પેટીમાં 504 બોટલ દારુ થરાદ પોલીસે જપ્ત કર્યો છે, જેની અંદાજે કિંમત 5,01,480 તેમજ આ દારુની હેરા ફેરી માં વપરાયેલા ટ્રેલર કિંમત રૂપિયા 15,00,000 અને પીયુપી પાવડર ના 1350 કટા તેમજ બન્નેં ડ્રાઇવરો નાં બન્ને મોબાઈલો થરાદ પોલીસે જપ્ત કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે..