પાલનપુરના લડબી નાળા પરનો ક્ષતિગ્રસ્ત બ્રિજ ભયજનક !!!

પાલનપુરથી ડીસા જતા મુખ્ય હાઇવે પર લડબી નાળા પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાની સાથે રોડ સાઈડમાં મોટું ગાબડું પડ્યું છે. જેથી આ માર્ગે પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોયા વિના સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠી છે. પાલનપુરના ડીસા હાઇવે પર લડબી નદી પર બ્રિજ આવેલો છે. જે બ્રિજનો કઠેડો તૂટી ગયો છે. આ ઉપરાંત રોડ સાઈડમાં મોટું ગાબડું પડયુ છે. જેને લઈ આ માર્ગે પસાર થતા વાહન ચાલકોમાં સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ હાઇવે પરથી પરપ્રાંત ના ટ્રક સહિતના ભારે વાહનોની સતત અવર જવર રહે છે. ત્યારે અંધારામાં ગાબડા થી અજાણ વાહન ચાલકો સાથે મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત સેવાઈ રહી છે. ત્યારે આ ક્ષતિગ્રસ્ત બ્રિજ મોટી જાનહાનિ સર્જે તે પૂર્વે તેનું તાકીદે સમારકામ થાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ ગાબડું પડવાની સાથે બ્રિજનો કઠેડો તૂટી ગયો હોવા છતાં તંત્ર દ્વારા માત્ર માટી પુરાણ કરાયું હતું. ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વિના તંત્ર સત્વરે તેનું સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.હાઇવે પર ઓવરટેક કરતા વાહનો આ ગાબડાંમાં ખાબકી લડબી નાળામાં પડે તો મોટી જાનહાની સર્જાય તેમ છે. ત્યારે જવાબદાર તંત્ર આ મામલે ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે.