ખેડૂતોના હાલ બેહાલ: બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીમાં લાખોનું નુકસાન, સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ....
બનાસકાંઠા જિલ્લાના લાખણી અને દિયોદર પંથકમાં મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરવામાં આવે છે. આ લાખણી પંથકના દાડમ સમગ્ર દેશમાં વખણાય છે, જોકે, તાજેતરમાં જ ભારે પવન સાથે વરસાદ વરસતા દાડમની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ભારે પવનના કારણે મોટાભાગના ખેડૂતોના દાડમના છોડ તૂટીને નીચે ધરાસાયી થઈ જતા હાલમાં ખેડૂતોને દાડમમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.